વિશ્વ રેડિયો દિવસને સાથે મળી ઉજવીએ.

13મી ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ, આ દિવસે જાણીએ કે રેડિયો કેવી રીતે માહિતી અને મનોરંજન દ્વારા આપણા જીવનમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

Radio is you (www.diamundialradio.org)

Source: Radio is you (www.diamundialradio.org)


વર્ષ 1894માં ગુંગ્લીએલમો માર્કોની નામક ઇટાલિયન વ્યક્તિ વડે પ્રથમ રેડિયો ટ્રાન્સમિશન આધારિત વાયરલેસ ટેલિગ્રાફ સેવા શોધવામાં આવી અને ત્યારથી રેડિયો પ્રસારણ મોટા પાયે વિશ્વભરમાં થાય છે.

પ્રારંભ

વર્ષ 1920માં પ્રથમ અમેરિકી લાયસન્સ ધરાવતા રેડિયો સ્ટેશન પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા ખાતે શરુ થયા, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો અંગે માહિતી આપતા કાર્યકર્મ સાથે.


વર્ષ 1933માં એફ એમ પ્રસારણની શોધ અમરિકી એન્જીનીયર એડવિન આર્મસ્ટ્રોંગે કરી, અને ત્યારથી આજ સુધી વીસવભરમાં એફ એમ રેડિયો લોકપ્રિય છે.

પાછળ કેટલાક વર્ષોથી રેડિયો સેવાઓ  ઓનલાઇન, લાઈવ સ્ટ્રીમિંગ, પોડકાસ્ટ, એપ્સ અને વિવિધ મોબાઈલ ઉપકરણો પર મોજુદ છે. 

1938 : રેડિયોના પ્રભાવનો અનુભવ થયો.

30 ઓક્ટોબર 1938ના રેડિયોની ક્ષમતા પ્રદર્શિત કરવામાં આવી જયારે અમેરિકી અભિનેતા અને ફિલ્મમેકર ઓર્સન વેલ્લેસે હર્બર્ટ જ્યોર્જ  વેલ્સની નોવેલ ધ વોર ઓફ ધ વર્લ્ડને શ્રોતાજનો માટે રૂપાંતરિત કરી રજુ કરી.

આજનો રેડિયો

World Radio Day information
Source: Worldradioday.ord
વર્લ્ડ રેડિયો દિવસની અધિકૃત વેબસાઈટ પ્રમાણે રેડિયો આજે પણ સૌથી ગતિશીલ, પ્રતિક્રિયાશીલ અને લોકોને આકર્ષિત કરતુ માધ્યમ છે. 21મી સદીનાં બદલાવને અપનાવીને રેડિયો નવી રીતે લોકોને જોડે છે.


રેડિયો સમુદાયને જોડે છે અને સકારાત્મક વાતચીત માટે પ્રોત્સાહિત કરે છે. શ્રોતાજનોનો જરૂરત અને પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખીને રેડિયો પર વિવિધ પ્રકારના કાર્યક્રમો બનાવાય છે અને રજુ થાય છે.

13મી ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ !

World Radio Day
World Radio Day Source: World Radio Day
સંયુક્ત રાષ્ટ્ર સંઘના 67માં સત્ર દરમિયાન 13મી ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. આ દિવસે વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ વડે આંતરરાષ્ટ્રીય પ્રસારણ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. 

રેડિયો એક પ્રભાવશાળી માધ્યમ છે. ખાસ કરીને ગ્રામીણ અને દુરાંત વિસ્તારમાં માહિત અને મનોરંજન પહોંચાડવાનું, શિક્ષણ પહોંચાડવાનું  અને આપાતકાલીન પરિસ્થિતિમાં સંચાર અને આપડા રાહતમાં મદદ પુરી પાડવાનું.
World Radio Day information
Source: World Radio Day

આ દિવસનો ઉદેશ શું છે?

    • લોકો સુધી રેડિયોના મહત્વને પહોંચાડવાનો
    • રેડિયોના માધ્યમથી નીતિ નિર્માતાઓ માહિતી  વહેંચે તે માટે પ્રોત્સાહિત કરવાનો 
    • આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાનો
World Radio Day information
Source: WorldRadioday

વર્ષ 1975માં સરકારી સેવાઓની માહિતી આપતા, છ ભાષાઓ સાથે સિડની - મેલબર્ન થી શરુ થયેલ SBS રેડિયો પર આજે 74ભાષાઓમાં પ્રસારણ કરવામાં આવે છે. આ સાથે ચાર સંગીત પીરસતી ચેનલ્સ પણ છે.

SBS રેડિયો કેવી રીતે સાંભળી શકો છો? એપ્પ, પોડકાસ્ટ, લાઈવ સ્ટ્રીમિંગ કે પારંપરિક રીતે.


ના ફેસબુક પર આપના રેડિયો સાથેના અનુભવો શેર કરી શકો છો, ભૂલતા નહિ "Radio is you!".

Radio is you!
Radio is you! Source: www.diamundialradio.org



Share
Published 13 February 2017 12:54pm
Updated 12 August 2022 3:58pm
By Virginia Padovese, Harita Mehta


Share this with family and friends