બાજુમાં રહેલા પેસેન્જરે ફોનનો વપરાશ કરતા ડ્રાઇવરને દંડ ભરવો પડ્યો

સિડનીમાં બનેલી ઘટના, મહિલાએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ વાઇરલ, પેસેન્જરે વીડિયોકોલ પર વાત કરતા ડ્રાઇવરને 337 ડોલરનો દંડ

Woman driver

Source: Getty Images

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં એક મહિલા ડ્રાઇવરને રાજ્યની ટ્રાફિક પોલીસે 337 ડોલરનો દંડ ફટકાર્યો છે.

મહિલાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં કરેલી પોસ્ટ પ્રમાણે, તે જ્યારે કાર ચલાવી રહી હતી ત્યારે તેની બાજુમાં રહેલા પેસેન્જરે ફેસટાઇમ (વીડિયો કોલ) કર્યો હતો. જેના કારણે પોલીસે તે મહિલાને દંડ ફટકાર્યો હતો.

મહિલાએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે જૂન 2ના રોજ સિડનીથી 43 કિલોમીટર દૂર સાઉથ-વેસ્ટ દિશામાં આવેલા કેથરિન ફિલ્ડ ખાતે તેની સાથે આ ઘટના બની હતી.

અન્ય ડ્રાઇવર્સને ચેતવ્યા

traffic offence
Source: Facebook
બાજુમાં બેસેલા પેસેન્જરના વીડિયો કોલના કારણે દંડ ભોગવનારી મહિલાએ તેની સાથે બનેલી આ ઘટના બાદ અન્ય પેસેન્જર્સને ચેતવ્યા છે. તેણે જણાવ્યું હતું કે, જો તમે કાર ચલાવી રહ્યા હોય તો તમારી બાજુમાં રહેલા પેસેન્જરને ફોન બંધ કરવા જણાવો. મારી બાજુમાં રહેલા પેસેન્જરે ફેસટાઇમ વાપરતા મારે દંડ ભરવો પડ્યો છે.

મહિલાએ જણાવ્યું હતું કે, મને આ નિયમ વિશે કોઇ પણ પ્રકારની જાણ નહોતી.

ફેસબુકની પોસ્ટ વાઇરલ

મહિલાએ જ્યારે આ પોસ્ટ કરી કે તરત જ લગભગ 17 હજાર જેટલા યુઝર્સે તેને ફેસબુક પર શેર કરી હતી અને હજારો લોકોએ તેની પર કોમેન્ટ પણ આપી હતી.
ડ્રાઇવરની બાજુમાં બેસી વીડિયો જોવાથી તેનું ધ્યાન ભટકી શકે છે. (Drive vehicle with TV/VDU image likely to distract another driver) તે નિયમ અંતર્ગત મહિલાને દંડ ફટકારવામાં આવ્યો હતો.

ગયા મહિને પેસિફીક હાઇવેના હિથરબ્રે વિસ્તારમાં પણ એક ડ્રાઇવરને 377 ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો. તેની બાજુમાં બેસેલો પેસેન્જર લેપટોપ પર કામ કરી રહ્યો હતો. જે નિયમનું ઉલ્લંઘન હોવાથી ડ્રાઇવરને દંડ કરાયો હતો.

Listen to every Wednesday and Friday at 4 pm. 


Share
Published 17 June 2019 4:54pm
Updated 24 June 2019 4:36pm
By SBS Gujarati
Source: SBS


Share this with family and friends