જાણો, વરસાદી ઉનાળામાં પૂરથી બચવા કેવી તૈયારી કરી શકાય

તાજેતરમાં લા નીનાના કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વીય ભાગોમાં વરસાદી ઉનાળાનો માહોલ સર્જાયો છે. જેના કારણે વિશેષજ્ઞો પૂરનો ભય હોય તેવા વિસ્તારોના રહેવાસીઓને તેની સામે સજ્જ થવા માટે ચેતવણી આપી રહ્યા છે.

Road closed

Source: Getty Images/Theo Clark

હાઇલાઇટ્સ

ક્યારેય પણ પૂરના પાણીમાં કાર ન ચલાવવી, 15 સેમી. પાણીમાં પણ કાર તણાઇ જવાનું જોખમ રહેલું છે.

પેસિફીક વિસ્તારોમાં લા નિનાના કારણે ઓસ્ટ્રેલિયામાં આ ઉનાળામાં વાવાઝોડા અને પૂરની ચેતવણી અપાઇ છે. 

સ્ટેટ ઇમરજન્સી સર્વિસનો 13 25 00 પર સંપર્ક કરો. જો તમારો જીવ જોખમમાં હોય અને મદદની જરૂર હોય તો 000 નંબર ડાયલ કરો.


 

હવામાન ખાતાએ લા નીનાને કારણે આ ઉનાળામા દેશના સમગ્ર પૂર્વીય વિસ્તારોમા સરેરાશથી વધુ વરસાદ પડવાની આગાહી કરી છે.

સાલ ૧૯૦૦ બાદથી ૧૮ જેટલી લા નીના ઘટનાઓ નોંધાઈ છે જેમાં ૧૨ વખત દેશના વિવિધ ભાગોમાં પૂરની પરિસ્થિતી સર્જાઈ હતી.

વિભાગના સીનિયર કલાઈમેટોલોજીસ્ટ ડૉ એન્ડ્રુ વોટકિન્સ મુજબ હવામાનમાં લા નીનાનો દબદબો આ ઉનાળા દરમિયાન મધ્યમથી ભયજનક સ્તર સુધી રહેવાની અપેક્ષા છે જે જાન્યુઆરી અથવા ડિસેમ્બરમા વધુ રહેશે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ, લા નીનાનો અર્થ છે કે દેશના મોટા ભાગોમાં વરસાદમાં વધારો, દક્ષિણી ઉષ્ણકટિબંધ ભાગોમા દિવસે ઠંડુ વાતાવરણ અને ઉષ્ણકટિબંધ વાવાઝોડાની સંખ્યામાં વધારો.
સરેરાશથી વધુ સંખ્યામાં વાવાઝોડાઓનો અર્થ છે કે લોકોએ મહિના અગાઉ પૂર જેવી પરિસ્થિતીનો સામનો કરવા માટે તૈયારીઓ કરવી પડશે.
એલિયન્ઝના તારણો મુજબ ઓસ્ટ્રેલિયન્સ લા નીનાની અપૂરતી જાણકારીને લીધે પૂરની સ્થિતી દરમિયાન યોગ્ય રીતે સજ્જ નહોતા.

ઇન્સ્યોરન્સ કંપનીના નેશનલ કલેઇમ્સ મેનેજર માર્ક ઓ'કોનરના મત પ્રમાણે, "છેલ્લા વર્ષ 2010-12માં લા-નીના નોંધાયું હતું જયારે સૌથી મોટા પ્રમાણમાં પૂર અને ભૂ-સ્ખલનના બનાવો બન્યા હતા. ગયા વર્ષે વાવાઝોડા અને પૂરને કારણે ઓસ્ટ્રેલિયન ઘરોને ૨.૪ બિલિયન ડોલરનું નુકસાન ભોગવવું પડયું હતું જેથી અમે દરેકને આ પ્રકારની પરિસ્થિતીનો સામનો કરવા પ્રોત્સાહિત કરીએ છીએ.
Standing on the roof in the storm
Source: Getty Images/Colin Anderson Productions
ઓ'કોનર ભલામણ કરે છે કે પૂરની સ્થિતિમા શું કરવું અને સ્થાનિક સહાય સેવાઓ વિષે માહિતી અને અગાઉથી તેમના નંબરો નોંધી રાખવા વિષે લોકોએ પોતાને કેળવવા જોઈએ.

"તમારા જોખમોનું આંકલન કરવા પાડોશમાં પૂછપરછ કરો, તમારું રહેઠાણ આત્યંતિક પ્રતિકૂળ હવામાન ક્ષેત્રમાં છે કે નહીં એની માહિતી માટે સ્થાનિક કાઉન્સિલ કે રાજ્યની આપાતકાલીન સંસ્થાઓનો સંપર્ક કરો. દર વર્ષે તમારી પોલીસીનું મૂલ્યાંકન કરો. આપાતકાળ માટે ઘરનો એક નકશો બનાવો અને કુટુંબીજનોને સમજાવો. આપાતકાળ માટે એક પૅક બનાવો જેમાં પ્રાથમિક સારવારની સામગ્રી, પાણી અને ખાવાનો સામાન, ચાર્જર જેવી વસ્તુઓ તૈયાર રાખો."

વિક્ટોરિયા સ્ટેટ ઈમરજંસી સર્વિસ (VICSES) ના ડેપ્યુટી ચીફ ઓફિસર ડેવિડ બેકર કહે છે કે દેશના સમગ્ર વિસ્તારોમાં કોઈપણ ક્ષણે પૂરની પરિસ્થિતી સર્જાઈ શકે છે.

"ધોધમાર વરસાદથી ઓચિંતા પૂરની પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે જેથી રસ્તાઓ અને વિસ્તારોમાં પાણી ભરાઈ શકે. આથી સમગ્ર ઉત્તરીપૂર્વ ઓસ્ટ્રેલિયામાં વધુ પ્રમાણમાં વરસાદની સંભાવના વધશે."

બેકર સૂચવેછે કે જો તમને ખબર હોય તમારું ઘર પૂરગ્રસ્ત થઇ શકે તો આગોતરી તૈયારી કરવી અને સૌથી હિતાવહ સાવચેતી એટલે પૂર આવતા પહેલા ત્યાંથી સહીસલામત નીકળી જવું.

બેકર લોકોને આગ કે પૂરની પરિસ્થિતિઓમાં તૈયાર રાખવા પ્રોત્સાહિત કરે છે.
Tropical downpour
Source: Getty Images/Charles Briscoe-Knight
આપત્તિના સમયે તમારા ઘરને સજ્જ કરવા વિષે માહિતી સ્થાનિક SES વેબસાઈટ પર મળી શકે છે.

"ઘરનો સરસામાન ભોંય સ્તરથી ઉપર રાખો. પૂરની પરિસ્થિતી ગંભીર બનવા પહેલા સૌથી મહત્વના દસ્તાવેજો, કિંમતી સામાન સાથે પરિવારને વાહનમાં લઇ નીકળી જાઓ."

ઘરને તૈયાર કરતી વખતે બેકરનું સૂચન છે કે ઘરની ગટર અને વરસાદી કાંસની પણ અગાઉથી કાળજી રાખવી.

"જો તમારી પાસે પૂરતો સમય હોય તો થોડી કચરાની થેલીઓમાં માટી કે રેતી ભરી ઘરની અંદર ગટરમાં જતા દરેક નિકાસમાર્ગ જેમકે બાથરૂમ અને ટોયલેટમાં મૂકી દેવી જેથી ગટર દ્વારા પૂરનું પાણી ઘરની અંદર આવતા રોકી શકાય."

છીછરા પાણીમાં વાહન ચલાવવા સામે બેકર ચેતવે છે કે મુશળધાર વરસાદ પછી તરત ફ્લેશ ફ્લડીંગ થઇ શકે છે.

તેઓ કહે છે કે જો તમે મુશળધાર વરસાદમા અટકો તો સુરક્ષિત જગ્યાએ વાહન રોકી દો અથવા ઉંચાણવાળા ભાગમા જતા રહો.

"રસ્તાઓ પર ભરાયેલુ પૂર નું પાણી બહુ જોખમી હોય છે. સમય બચાવવા માટે ભૂલથી પણ પાણીમાં વાહન ચલાવવું નહીં. અમુક વાહનો માત્ર 15CM,એક પેન જેટલા ઊંડાણ વાળા પાણીમાં તણાઈ શકે છે અને પાણી કેટલુ જલ્દી વધી રહ્યું છે એનો અંદાજ ન આવતા તમે વાહન સાથે પુરમાં ડૂબી શકો છો."

જોખમી વિસ્તારોમા જવા સામે બેકર તાકીદ કરે છે.

"સમયસર નીકળી ન શકવું કટોકટીની પરિસ્થિતિ છે જે ગંભીર બની શકે. 000 પર ફોન કરવો અને તત્કાલ સહાય માગવી. ઘણી વખત પૂરની સપાટી વધતી રહે છે - તમારે વાહન છોડવું પડે અથવા સ્થિર થયા બાદ વાહનની ઉપર જતા રહેવું પડે."
Driving through deep water
Source: Getty Images/Tobias Titz
ઓસ્ટ્રેલિયાની રોયલ લાઈફ સેવિંગ સોસાયટીના નેશનલ મેનેજર સ્ટેસી પીજન મુજબ રાહદારીઓએ કોઈ પણ સંજોગોમા પૂરના પાણીમાં ઉતરવું નહીં.

  • પુરમાં ફસાયાની સ્થિતિમાં વહેણ સાથે આગળ વધવું.
  • હાથ ઊંચા કરી મદદ માગી શકાય
  • પીઠ પર વહેતા રહેવું જેથી માથું પાણીની ઉપર રહે
  • તરવામાં મદદ કરે એવી કોઈ વસ્તુ પકડવાનો પ્રયાસ કરવો
અને ખુબ જરૂરી છે કે પુરમાં તણાતી વ્યક્તિને બચાવવા તમારે પાણીમાં ઉતારવાનો પ્રયત્ન કદાપી ન કરવો.

"ઘણા કિસ્સાઓમાં બચાવવા ઉતારેલી વ્યક્તિ તણાઈ જતી હોય છે. આપાકાલીન સેવાઓને જાણ કરવી સૌથી મોટી મદદ છે. તરવામાં મદદરૂપ થઇ શકે એવી કોઈ વસ્તુ ફેંકવાનો પ્રયાસ કરવો. લાકડાના પાટિયા, બૉલ કે એસ્કી પણ તરવામાં સહાયરૂપ થઇ શકે છે."

જોખમી પરિસ્થિતિઓમાં જીવની સલામતીથી વધુ જરૂરી કંઇ નથી.

"માનવ જીવન સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પરિવારજનોના કોઈ વિકલ્પ નથી હોતા."

પૂરની પરિસ્થિતી સામે તૈયારી કરવા સ્ટેટ ઇમરજન્સી સર્વિસ (SES) અથવા ની વેબસાઈટ પરથી વધુ માહિતી મેળવી શકાય છે.

હવામાનની તાજી માહિતી અને આગાહી માટે ની વેબસાઈટની મુલાકાત લેવી.

જો તમને પૂરગ્રસ્ત વિસ્તારમાં મદદની જરૂર હોય તો, SES ને 13 25 00 પર સંપર્ક કરવો.

જો તમારો જીવ જોખમમા હોય તો તરત 000 પર સંપર્ક કરવો.

ભાષાની સહાયતા માટે નેશનલ ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રિટિંગ સર્વિસ માટે 13 14 50 પર સંપર્ક કરવો અને તમારી જરૂરિયાતની એજન્સી માટે પૂછવું.
Road closed at night
Source: Getty Images/Rafael Ben-Ari
ઓસ્ટ્રેલિયામાં આપાતકાળ વિશે તથા તમારો જીવ અને તમારી મિલકતોની રક્ષા કરવા માટેની માહિતી માટે  ની મુલાકાત લો.


Share
Published 4 January 2021 1:06pm
By Amy Chien Yu-Wang
Presented by Anand Birai


Share this with family and friends