ઓસ્ટ્રેલિયાના નેતાઓની ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનિસી અને વિરોધ પક્ષના નેતા પીટર ડટ્ટને ભારત અને ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાયને પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવી છે.

Two men standing on stage.

Modi has arrived in Sydney for his second Australian visit as India's prime minister and told local media he wants closer bilateral defense and security ties as China's influence in the Indo-Pacific region grows. Source: AAP, AP / Mark Baker

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનિસીએ ભારતને પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવી છે.

પોતાના સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા 26મી જાન્યુઆરીએ પોતાના રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બંને દેશ વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બની છે.

ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાય બંને દેશ વચ્ચેની મિત્રતાનું પ્રતિક છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશના સંબંધોનું ભવિષ્ય ઘણું ઉજળું છે.

અને, ભારત અને દેશના રહેવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવી હતી.

બીજી તરફ, વિરોધ પક્ષના નેતા પીટર ડટ્ટને ગઢબંધન તરફથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાયને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી.

તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા જ્યારે રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમે ભારતીય લોકો ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છીએ.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share
Published 25 January 2024 1:33pm
By Vatsal Patel
Source: SBS

Share this with family and friends