પ્રેમ ના જુવે જાત કજાત - આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિન

પ્રેમ ના જુવે જાત કજાત , સેવાની ધગશ ના જુવે સ્ટેટ કે સ્ટેટ્સ. અન્નાલક્ષ્મીમાં નિષ્કામ સેવા આપનાર ડોક્ટર -એન્જીનીર છે , એકાઉન્ટન્ટ અને આઈ ટી પ્રોફેશનલ છે , ગુજરાતી, મલયાલી, પાકિસ્તાની અને ઓસ્ટ્રેલિયન છે.

Annalakshmi run by volunteers

Annalakshmi restaurant run by volunteers Source: Amit Mehta

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પાટનગર પર્થના આઇકોનિક બેલ ટાવર સામેજ આવેલ સંપૂર્ણ વેજીટેરીઅન "અન્નાલક્ષમી" નું આગવું મહત્વ તેના વોલેન્ટિયર છે.અન્નાલક્ષમીમાં આવતા ગુજરાતી અને અન્ય વોલેન્ટિયર તેના "pay  as  you feel " ના કોન્સેપટમાં સોનામાં સુગંધ ભળે તેવી ફીલિંગ આપે છે.

"અન્નાલક્ષમી" નું આગવું મહત્વ તેના વોલેન્ટિયર છે.

પર્થમાં આવેલ અન્નાલક્ષમી ઓન સ્વાન સંપૂર્ણ વેજીટેરીઅન રેસ્ટોરન્ટ છે જ્યાં મેનુ કાર્ડમાં કોઈ વાનગીના ભાવ નથી લખ્યા. અતિથિ દેવો ભવઃ ની ભાવનાને સાકાર કરતા અહીં તમે જેટલું જમવું હોય તેટલું જમી ને તમને યોગ્ય  લાગે તે પ્રમાણે પૈસા આપો એવું છે. અહીંયા જમનારા પાંચ ડોલર થી લઇને પચાસ ડોલર આપતા  હોય છે અને છતાંય દરેક ને સરખાજ સત્કાર અને એક સરખી જ વાનગી ઓ જમવા મળે છે. અહીંયા chef અને dishwasher બે જ કાયમી પ્રોફેશનલ છે છતાંય માત્ર વોલેન્ટિયરની મદદથી રોજના અંદાજે ૪૦૦ guests જમે છે. આસપાસમાં કોફી પીવી હોય તોય અંદાજે ૭ થી ૧૦ ડોલર ચૂકવવા પડે, એવા વિસ્તારમાં અન્નાલક્ષમી માત્ર સ્વયંસેવકો દ્વારા ચાલે છે.

સંપૂર્ણ વેજીટેરીઅન રેસ્ટોરન્ટ છે જ્યાં મેનુ કાર્ડમાં કોઈ વાનગીના ભાવ નથી લખ્યા

એક ગુજરાતી ડૉક્ટર દંપતી, કેટલાય એન્જીનીર,એકાઉન્ટન્ટ ,આઈ ટી પ્રોફેશનલ,પાકિસ્તાના યશ ગાંધી,અને ઓસ્ટ્રેલિયન Steve અને Blake જેવા કમિટેડ વોલેન્ટિયર અન્નાલક્ષમીના બેકબોન  છે.
Nirav and Bhargav serving as volunteers at Annalakshmi
Nirav and Bhargav serving as volunteers at Annalakshmi Source: Amit Mehta
દર અઠવાડિયેએ એક વાર અચૂક અને જરૂર હોય ત્યારે વધારે દિવસ આવતા નીરવ પટેલ કહે છે " અહીં ECUમાં ભણવા આવ્યો ત્યારે ગુગલ માં સર્ચ કરી ને અહીં જમવા આવ્યો હતો. સ્ટુડન્ટ હોવાથી માત્ર પાંચ ડોલરમાં ઘરના જેવુંજ ફૂડ ભર પેટ ખાતો ત્યારથી  આ કામના પ્રેમમાં પડ્યો અને વોલેન્ટિયર બની ગયો. ધીમે ધીમે ટિમ બની અને ટેવ પડી. આજે નોકરી અને ભણતર સાથે પણ અહીં સેવા કરવા માતે સમય કાઢું છું.

માત્ર પાંચ ડોલરમાં ઘરના જેવુંજ ફૂડ ભર પેટ ખાતો ત્યારથી આ કામના પ્રેમમાં પડ્યો

આવીજ વાત કરતા ભાર્ગવ કહે છે "મને મારા ભાઈ દ્વારા માહિતી મળી અને અહીં આવ્યો.  Master in  Electronicsના અભ્યાસ દરમ્યાન અન્નાલક્ષ્મી મને ફેમીલી જેવું લાગવા માંડ્યુ. અહીં આવો તો કોમ્યુનિટીને હેલ્પ થાય છે અને કોઈ પંથ કે સંસ્થાના અનુયાયી કરતા ભારતીયતાનો અહેસાસ થાય છે. આ ઉપરાંત હરિત,નિકુંજ,સનમ જેવા ઘણાય યુવાનો આજ વાત કહે છે.

પર્થ થી ૨૨૦ કિલોમીટર દૂર જૂરીએન બે માં રહેતા ડેન્ટિસ્ટ જીગ્નેશભાઈ અને તેમના ડૉક્ટર પત્ની વંદનાબેન અગાઉ નિયમિત સેવા આપતા હતા- હાલ માં તેમના વ્યવસાયને કારણે બીઝી હોય છે છતાંય દર થોડા અઠવાડિયે નિયમિત આવીને અન્નાલક્ષમીમાં વોલેન્ટિયરિંગ કરે છે. તાજેતરમાં ઉજવાયેલ festival of lights દરમ્યાન ડોક્ટર દંપતી એ તેમના કામમાંથી ખાસ રજા લઈ,  પર્થ માં રોકાઈ ને સેવા આપી હતી. તેઓ કહે છે આમાં કઈ નવું નથી કરતા  અમને સંતોષ મળે છે.
Ranna and Anokhi serving as volunteers at Annalakshmi
Ranna and Anokhi serving as volunteers at Annalakshmi Source: Amit Mehta
અન્નાલક્ષમીમાં નિયમિત અને સતત વોલેન્ટટિરિન્ગ કરતા પરમના જણવ્યા પ્રમાણે દરેક વીકમાં તેમને ૨૦ જેટલા વોલેન્ટિયરની જરૂર હોય છે. એક વ્યક્તિ વીક માં બે કે ત્રણ વખત ત્રણ કલાકની સેવા આપે તોજ કામ થાય.આ વોલેન્ટિયર ઉપરાંત અહીંના તેમના Shiva family નામની સંસ્થાના સેવકો પણ નિયમિત મદદ કરવા આવે છે.

ભારતથી થોડા વખત માટે આવેલા લોકો હોય કે ભણવા આવેલા વિદ્યાર્થીઓ હોય, એક મુલાકાત પછી કાયમી રીતે જોડાય છે. અહીંયા દરેક status, education અને qualification વાળા લોકો સેવા આપે છે.

 

Amit Mehta


Share
Published 4 December 2017 4:20pm
Updated 18 May 2018 9:40am
By Amit Mehta


Share this with family and friends